Uncategorizedगुजरातताज़ा ख़बरें

રાધનપુર : રોડ અને વીજપોલ પર સ્ટ્રીટ લાઈટના અભાવે સ્થાનિક લોકોમાં ભારે હાલાકી

રાધનપુર : રોડ અને વીજપોલ પર સ્ટ્રીટ લાઈટના અભાવે સ્થાનિક લોકોમાં ભારે હાલાકી

વીજપોલ પર સ્ટ્રીટ ન હોવાના કારણે રાત્રીના સમયે અંધાર પટ્ટ છવાય રાધનપુરમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રોડ બનાવવા માંગ રાધનપુર મશાલી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રોડ અને વીજપોલ પર સ્ટ્રીટ લાઈટના અભાવે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

રાધનપુર વિસ્તારમાં આવેલ  ભક્તિનગર સોસાયટીમાં સર્વે નંબર 390 માં ઘણા સમયથી રોડ રસ્તા અને વીજપોલ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે  નગર પાલિકામાં અનેક વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નહિ અને  રોડ અને સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રાત્રીના સમયે અંધાર પટ્ટ છવાઈ જાય છે તેને લઈને પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને નવીન રોડ બનવવા માંગ કરી હતી

આ અંગે  સ્થાનિક રહેવાશી મકવાણા સુરેશભાઈ જીવાભાઈ જણાવ્યું હતુંકે સર્વે નંબર 390 માં ભક્તિનગર સોસાયટી માં ઘણા સમયથી અમોને પાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છેકે અમારી સોસાયટીમાં વીજપોલ પર સ્ટ્રીટ લાઈટ અને નવો રોડ બનવવામાં આવે પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નહિ ચોમાસા ની સીઝનમાં  અમારી સોસાયટીમાં ઢીંચણ સમાં પાણી ભરાય છે અને સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અમારા વિસ્તારમાં રાત્રીના સમયે અંધાર પટ્ટ છવાય છે અમો રહીશો રાબેતા મુજબ ઘરવેરો તેમજ પાણી વેરો ભરીયે છીએ તેમ છતાં અમારી સોસાયટીમાં વિકાસની  કામગીરી કરવામાં આવી નહિ ત્યારે અમો સ્થાનિક લોકોને વિકાસના કામોમાં ગ્રાન્ટ ફાળવી સ્ટ્રીટ લાઈટ અને નવીન રોડ બનવવા માંગ કરી હતી

Show More
Back to top button
error: Content is protected !!