Site icon SAMRIDDH BHARAT NEWS

બે મામાએ 16 વર્ષની ભાણેજને પીંખી:

સુરતમાં ચકચાર મચાવતી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના એવી છે કે, રાંદેર વિસ્તારમાં ઝૂપડામાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં 16 વર્ષની એક દીકરી છે. આ દીકરી પર બીજા કોઈએ નહીં પરંતુ તેના જ બે મામાએ નજર બગાડી હતી. બે મામા સહિત ત્રણ શખસે ભાણેજનું અપહરણ કરી બોટાદના એક ફાર્મ હાઉસ લઈ ગયા હતા. અહીં સગીરાને ત્રણ-ત્રણ મહિના ગોંધી રાખી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દીકરીને મોકો મળતા જ તેની માતાને ફોન કરી આખો બનાવ કહ્યો હતો. આથી માતા દીકરીએ જણાવેલી જગ્યાએ પહોંચી હવસખોરના ચુંગાલમાંથી છોડાવી હતી. જો કે, વારંવાર દુષ્કર્મનો ભોગ બનતા સગીરાને 6 સપ્તાહનો ગર્ભ રહી ગયો છે. આ અંગે માતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version