Site icon SAMRIDDH BHARAT NEWS

સુરત બગુમરા માં N95 માસ્ક નું ISI નાં માર્કા નું લાઇસન્સ લીધા વિના ઉત્પાદન કરતા સુચી ઇન્ડસ્ટ્રીઝ મા દરોડો પડ્યો

સુરત નાં બગૂમરા ગામમાં આવેલ સુચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા N95 માસ્ક નું ડુપ્લીકેટ મારકાવાલુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે BIS નાં અધિકારી ઓ દ્વારા સુચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં દરોડો પાડી માન્ય લાઇસન્સ લીધા વિના N95 માસ્ક નું ઊત્પાદન કરતી કંપની માંથી 2500 બોક્સ માસ્કનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.BIS સુરત ઝોન નાં ડાયરેક્ટર એસ. કે. સિંહે જણાવ્યું હતુ કે બ્યુરો પાસેથી માન્ય લાઇસન્સ લીધા વિના ઉત્પાદન કરતા સુચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં 10.4.2024 નાં રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉત્પાદક, માન્ય લાઇસન્સ લીધા વિના ભારતીય માનક લોગો ISI નો દુરુપયોગ કરતા હતા. ઉત્પાદક પાસેથી BIS ચિહ્નિત N 95 માસ્ક જથ્થામાં 13,600 નંગ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. આ ગુનામાં બે વર્ષ ની જેલ અથવા ઓછામાં ઓછા બે લાખ રૂપિયા નો દંડ અથવા બન્ને સજાની જોગવાઈ છે.

Exit mobile version