Site icon SAMRIDDH BHARAT NEWS

સિવિલ હોસ્પિટલ ના તબીબો ની બેદરકારી નો કિસ્સો સામે આવ્યો

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં વડોધમમાં આવેલ ઘનશ્યામ નગરમાં રહેતા ૩૫ વર્ષના રમાકાંત કાંતાપ્રસાદ પચાડે એ ૨૫ માર્ચના રોજ સવારે ૭ વાગ્યે દારૂના નસામાં હેર ડાઈ માટેનો કલર પી લીધો હતો. ત્યારબાદ તેની ગંભીર હાલત થઇ ગઈ હતી. જેથી તેનો નાનો ભાઈ શિવાકાંત તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ માં લઇ આવ્યાં હતાં. સવારે ૧૦.૩૦ વાગ્યે તેને ઇમરજન્સી રૂમમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેને 5B વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ – ચાર કલાક પછી તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.MLC કેસ હોવાથી, ફરજ પરના તબીબોની જવાબદારી હતી કે સિવિલ પોલિસ ચોકી ને આ બાબતની જાણ કરે. પરંતુ આવું થયું ન હતું. આ ઘટનાના બાર દિવસ પછી ડૉ. નીરવ અને દો. કેતન શનિવારે પોલિસ ચોકી પહોંચ્યા અને દર્દી વોર્ડમાંથી ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા ત્યારબાદ પોલિસે પાંડેસરા પોલીસને જાણ કરી હતી. બાર – બાર દિવસ સુધી દર્દી ની દેખરેખ કોણ રાખતું હતું શું ડોક્ટરો વોર્ડમાં રાઉન્ડ લઈ ને તપાસ કરી દર્દીને સારવાર નહી આપતા હોય તેવું આ કિસ્સા પર થી જણાય આવેછે. સિવિલ ના સુપ્રિંટેન્ડન્ટ ડૉ. ગણેશ ગોવેકર નુ કહેવું એમ છે કે તેમને આ કિસ્સા અંગે કોઈ માહિતી નથી. હું આ કિસ્સાની તપાસ કરાવીશ. જો બેદરકારી જણાશે તો કાર્યવાહી કરીશું.

Exit mobile version