Site icon SAMRIDDH BHARAT NEWS

પાટણ જિલ્લાના રાધનપુરમાં રોડ બનાવવાની લોક માંગ ઉઠી : ઉબડ ખાબડ રોડ અને ઘસાઈ ગયેલ રોડને કારણે વાહન ચાલકો પરેશાન

પાટણ જિલ્લાના 

રાધનપુરમાં રોડ બનાવવાની લોક માંગ ઉઠી : ઉબડ ખાબડ રોડ અને ઘસાઈ ગયેલ રોડને કારણે વાહન ચાલકો પરેશાન

રાધનપુરના મીરાંગેટથી લાટી બજાર સુધીનો રોડ તૂટી જતાં અગવડ ઊભી થઈ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રોડ બનાવવાની લોક માંગ ઉઠી છે. ઉબડ ખાબડ રોડ અને ઘસાઈ ગયેલ રોડને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે.ઘણા સમયથી બિસ્માર રોડ રસ્તાના કારણે વાહન ચાલકો સહિત વેપારીઓ અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ત્યારે મીરાંગેટથી લાટીબજારનો મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વેપારીઓ સહિત વાહન ચાલકો તંત્રના પાપે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમજ જાહેર રસ્તા પર કચરાના ઢગલા અને ગંદકીના કારણે નગર પાલિકાના પાપે રાહદારીઓ અને વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. રાધનપુરમાં વેપારીઓ સહિત રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન બન્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તા નું કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Exit mobile version