કલ્યાણજીના મુવાડા ગામે ધુળાભાઈ પરિવાર દ્વારા ફોટાપ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારાગરબા કરવામાં આવ્યા હતા જેના મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા.
SAMRIDDH BHARAT NEWS AND PAPER समृद्ध भारत, सशक्त पत्रकारिता
કલ્યાણજીના મુવાડા ગામે ધુળાભાઈ પરિવાર દ્વારા ફોટાપ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારાગરબા કરવામાં આવ્યા હતા જેના મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા.જેમા યુવાનો દ્વારા રાત દિવસ ખડે પગે ઉભા રહિ તન-મન-ધનથી મહેનત કરી માતાજી ની રમેલ નું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું .તેમાં સરપંચ દૂરસિંહ ઝાલા જગતસિંહ,વખતસિંહ અને ભારત સિંહ,રજુસિંહ,વી.કે.ઝાલા તેમજ વડીલો,ભાઈઓ- બહેનો જોગણી માતાની રમેલ તથા ગરબાની અંદર સર્વ જ્ઞાતિના ભાવિ ભક્તો હાજર રહી માતાની શોભા વધારી હતી. જેમાં મહેશ મોડાસા જેવા મહેમાન કલાકારો દ્વારા ખૂબ આનંદ કરવામાં આવ્યો હતો.તેમજ જયંતીભાઈ યોગી દ્વારા રીધમ આપવામાં આવી હતી. ધુળાભા પરિવાર દ્વારા સર્વે ભાઈઓ બહેનો તેમજ નામી અનામી સમગ્ર વ્યક્તિનો ધુળાભા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.